બ્રહ્માનો ગરબો #
જયારે ભૂમિ ભાર વધ્યો ઘણો રે
ભૂમિ ગઈ બ્રહ્માની પાસ જો
પોઢયાતા પ્રભુ ક્ષિર સમુદ્ર મારે
ત્યાં જઈ આરાધ્યા અવિનાશ જો
બ્રહ્માએ ભજન કર્યુ ભગવાનનું રે (१)
જાગો જાગો શ્રી જદુનાથ જી રે
દુનિયા પામે છે બહુ ત્રાસ જો
કાયો કષ્ટ અમારા કમળા પતિ રે
ઉભા અરજ કરે અરદાસ જો .બ્રહ્મા (૨)
ગગન ગીરીએ એણી પેર બોલીયા રે
સુણો સહુદેવ અમારી વાત જો
હું અવતાર ધરીશ જદુકુળ માં રે
વસુદેવ તાત ને દેવકી માત જો .બ્રહ્મા (૩)
ગોકુળ લીલા મારે કરવી છે
મુજને વાલો વૃજનો સાથ જો
ચતુરા મન ચિંતા કરશો નહીં રે
એવું બોલ્યા લક્ષ્મી નાથ જો .બ્રહ્મા (૪)
દેવકીજી પરણાવ્યા વાસુદેવ ને રે
કંસે દીધા કન્યા દાન જો
દાન સમાન કરી સંતોષિયા રે
પ્રેમે ફોફળ આપ્યા પાન જો ..બ્રહ્મા (૫)
વીર વળાવા ચાલ્યા બેનને રે
એટલે વાણી થઈ આકાશ જો
એનો અષ્ટમો ગર્ભ તુને મારશે રે
રાખે રૂદિયો દ્રઢ વિશ્વાસ જો. ..બ્રહ્મા (૬)
સુણતા ક્રોધ ચડયો બહુ કંસને રે
વસુદેવ સમજાવે બહુ વાર જો
અસ્ત્રી બેન બાળકને જ હણે રે
તેના પાપ તણો નહિ પાર જો .બ્રહ્મા (૭)
પુત્ર થશે તે આણી આપશું રે
મન ગોઠે તે કરજો ભુપ જો
થોડા જીવને કારણે
ન હણીસ અબળા બાળ સ્વરૂપ જો .બ્રહ્મા (૮)
કિર્તીમાન કુંવર પેલા થયા રે
વસુદેવ લાવ્યા કંસની પાસ જો
જોઈને દયા ઉપજી કંસને રે
આપ્યો કંસને દ્રઢ વિશ્વાસ જો ..બ્રહ્મા (૯)
અષ્ટમો ગર્ભ થાય તે આણી આપજો રે
બીજા બાળ હણે શું થાય જો
એટલે નારદજી ત્યાં આવીયા રે
નાદર કહે સાંભળ ભુપાળ જો .બ્રહ્મા (૧૦)
કંસને કહી માંડીને વારતા રે
નારદ કહે સાંભળ ભૂપાળ જો
જયાંથી ગણીએ ત્યાંથી અષ્ઠમો રે
ઈમા જાણે તારો કાળ જો .બ્રહ્મા (૧૧)
જાદવ સર્વે અમર અવતર્યો રે
દેવકી વિષ્ણુ અવતાર જો
એટલુ કહી નારદજી ઉઠીયા રે
કંસને ક્રોધ ચડયો તેણી વાર જો ..બ્રહ્મા (૧૨)
વસુદેવ દેવકીને કાળા ગૃહમાં પુરીયા રે
ભીડયા ભોગળ સાંકળ ધ્વાર જો
ઉપર ચોકી મુકી ચોસરી રે
રખે કોઈ અળગા થાય લગાર જો .બ્રહ્મા (૧૩)
ચોકકસ રેજો ચીતમાં ચેતીને રે
બાળક જન્મે કરજો જાણ જો
કરાર કરીને બેઠા આસને રે
રાત દિવસ જંપે નહી પ્રાણ જો ..બ્રહ્મા (૧૪)
પાપી સહુને લાગ્યો પીડવા રે
કંસે માંડયો મહા કલેશ જો
પીડયા જાદવ જયાં જયાં ત્યાં તે ગયા રે
જઈ વસીયા દેશ વિદેશ જો .બ્રહ્મા (૧૫)
જે જન્મે તે આણી આપીને રે
બાળ માર્યા છે બે ચાર જો
સાતમો ગર્ભ થયો છે શેખજી રે
દંપતી પામ્યા હર્ષ અપાર જો ..બ્રહ્મા (૧૬)
હરીએ હુકમ કર્યોની જ માયા ને રે
વેગે કર્યો એક વિચાર જો
ગર્ભ આકર્ષણ કરીને મૂકીએ રે
રોહીણીજીના ઉદાર મોજાર જો .બ્રહ્મા (૧૭)
આઠમા આપે નાથ પધારીયા રે
સુર સહુ પામ્યા હર્ષ અપાર જો
પુષ્પની વૃષ્ટિ કરે સહુ દેવતા રે
વરત્યો જય જય જગત મોજાર જો ..બ્રહ્મા (૧૮)
શ્રાવણ વદની ઉત્તમ અષ્ટમી રે
અભિજાત રોહીણીને બુધવાર જો
લગ્ન જોગ મુરતને શુભ ઘડી રે
અર્ધ નિશાએ હરી અવતાર જો .બ્રહ્મા (૧૯)
દર્શન દિધા દેવકી વાસુદેવ ને રે
દંપતિ પામ્યા હર્ષ અપાર જો
મુખડા જોઈને દુઃખડા સર્વે ગયા રે
ટાળ્યો મોહ માયાનો ફંદ જો .બ્રહ્મા (૨૦)
મોર મુગટ કુંડળ હીરે જડયા રે
કંઠે કૌતુભ મણીનો હાર જો
પીત વસ્ત્ર ધન દામની રે
ગદા આયુષ્યને ભુજા ચાર જો .બ્રહ્મા (૨૧)
ચરણ કમળ સેવે સિંધુર સુતારે
વંદે પગરજ અજ ત્રિપુરાર જો
મંદ મંદ હરિ ત્યાં બોલીયા રે
તમે તપ કીધો વર્ષ અઢાર જો .બ્રહ્મા (૨૨)
તપ કરી મુજ પાસે વર માગીયા રે
તે અર્થે લીધો અવતાર જો
હવે રખે શત્રુનો ભય રાખતા રે
થોડે દહાડે તેનો કાળ જો ..બ્રહ્મા (૨૩)
ગોકુળ લઈ ચાલ્યા ચાંપે કરી રે
નંદ જશોદાજીને ઘેર જો
મુજ બદલે માયાને લાવજો રે
ઈમા કોઈ નવ જાણે પેર જો .બ્રહ્મા (૨૪)
એટલું કહી શીશુ રૂપે થયા રે
તેનો કોઈ નવ પામે પાર જો
વેગે લઈ ચાલ્યા વાસુદેવજી રે
ભાંગ્યા ભોગળ ઉઘાડયા ઘ્વારજો .બ્રહ્મા (૨૫)
સૌ પર નાખી માયા મોહની રે
નિંદ્રા વશ ઘોર સંસાર જો
રવિ તનીયાની તીરે આવીયા રે
વસુદેવ પ્રેમે ઉતાર્યા પાર જો .બ્રહ્મા (૨૬)
ચંદ્રે આવી અજવાળુ કર્યુ રે
ઈદ્દે કીધી અમૃત ધાર જો
આવી માયાની ઓથુ કરી રે
તે દિન બાવન વર્ષ અગિયાર જો .બ્રહ્મા (૨૭)
ગોવિંદ ગોકુળ માં પધારીયા રે
નંદ જશોદાજી ને ઘેર જો
જશોદાજીને સોપ્યા શામળો રે
તેની કોઈ નવ જાણે પ્રેર જો .બ્રહ્મા (૨૮)
સુત મેલીને લીધી સુતા રે
વેગે ચાલ્યા છે વસુદેવ જો
આવ્યા ત્યમ પાછા પગલે ગયા રે
મધુપુરી જઈ પોગ્યા નત ખેપ જો .બ્રહ્મા (૨૯)
જેમ હતુ તે તેમ થઈ ગયુ રે
એટલે પ્રગટયો પ્રાંત જ કાળ જો
જયારે રોવા લાગી બાળકી રે
ત્યારે જાગ્યા સહુ રખેવાળ જો .બ્રહ્મા (૩૦)
ચોપે જાણ કરી જઈ કંશ ને રે
જીને જીવ્યાનું છે જતન જો
ઉઠી આવ્યો ત્યાં ઉતાવળો રે
કન્યા દીઠી છે રૂપ રતન જો .બ્રહ્મા (૩૧)
કાલા વાલા કરે બહુ દેવકી રે
હવે રહેવા દે એટલું બાળ જો
ત્યારે ઝુંટી લીધી હાથથી રે
પટકી શલ્યા પર તુત કાળજો .બ્રહ્મા (૩૨)
દેવી જઈ ઉડી આકાશમાં રે
જઈને ગગને બોલી વાણ જો
મુજને શું મારે છે મુરખા રે
તારો વેરી વૃજમાં જાણ જો .બ્રહ્મા (૩૩)
કંશે કરવા માંડી સોચના રે
રૂદિયે દુઃખ લાગ્યું છે અપાર જો
ગોકુળ ગોવાળે લીલા કરી રે
આનંદ ઓચ્છવ નંદ કુવાર જો .બ્રહ્મા (૩૪)
પુત્ર વધાઈ આપે નંદજી રે
હીરા હેમ વસન શણગાર જો
ઘેર ઘેરથી આવી સૌ ગોપીકા રે
મંગળ ગાન કરે વૃજ નાર જો .બ્રહ્મા (૩૫)
ચતુરા ચોક પુરાવ્યાં મોતીએ રે
તરીયા તોરણ બાંધ્યા બાર જો
કુમ કુમ કેશર છાંટા દેવરાવીયા રે
ઘેર ઘેર આનંદ જય જય કાર જો .બ્રહ્મા (૩૬)
દધીકા દવ કીધો નંદ આંગણે રે
નાચે ગ્વાલ કરે રસ રંગ જો
શોભે સુંદર સાગર શામળો રે
અંગે કોટીવાળી આનંદ જો .બ્રહ્મા (૩૭)
શોવણ ફુલે વૃજ ફૂલી રહયું રે
ઘેર ઘેર આનંદ ગીત જ ગાય જો
જયાં ત્યાં ધન ધરતીમાં ઉપન્યા રે
ભૂમિ રત્ન મણીને છાય જો .બ્રહ્મા (૩૮)
ગંગા આંધ તીરથ ત્યાં વસે રે
શંકર આદ્ય સઘળા દેવ જો
આવી સકળ વસી છે ઈન્દ્રા પુરી રે
કરવા નીજ પતિની સેવ જો .બ્રહ્મા (૩૯)
બાળ ચરિત્ર કરે બહુરીત શું રે
નિત્ય નિત્ય નૌતમ નંદ કિશોર જો
સુના ધામ જોઈ હરી સંચર્યા રે
નામ ધરાવ્યું માખણ ચોર જો .બ્રહ્મા (૪૦)
એવી અલબેલીની અવળાઈ રે
જતને જાળવે જશોદા માત જો
કૌતક બહુ કરે ત્યાં કાનજી રે
સહુને મન ભાવે તે વર્ત જો .બ્રહ્મા (૪૧)
કંસુ મોકલી માસી પુતના રે
કીધુ કમળા જેવું સ્વરૂપ જો
ઝેર હળાહળ સ્થાને ચોપડી રે
હણવા બાળકનું સ્વરૂપ જો .બ્રહ્મા (૪૨)
જોતી જઈ જશોદાને આંગણે રે
ક્યાં દેખાડો તારો બાળ જો
જશોદા ગૃહ કાર જ કરતા હતા રે
પારણે પોઢયા બાળ ગોપાળ જો .બ્રહ્મા (૪૩)
લઈ ધવરાવવા બેઠી બાળને રે
ધાવતા શોશા એના પ્રાણ જો
પાડી ચીસ પડી પૃથ્વી વીસે રે
એણી પેર કરીને સંચરી નીર જો .બ્રહ્મા (૪૪)
આઈલુણ ઉતારે જશુમતી રે
અજો બઈ આતે શું કહેવાય જો
હજુ એને હીંડતા આવડતુ નથી રે
પડે ખડે ને ઉભો થાય જો .બ્રહ્મા (૪૫)
નિત્ય ઓળીભા લાવે લોક નારે
તોડે ફોડે મહીના માર જો
જુમલા અર્જુન સુત કુબેર ના રે
ઉઘાર્યા ગયા સ્વર્ગની વાટ જો .બ્રહ્મા (૪૬)
જશોદા મોતી હાર પેરાવતા રે
લીધા મુષ્ટી ભરી મોરાર જો
મોતી કેરા ઝાડ ઉછેરીયા રે
આપ્યા વૃજ જુવતીને હાથ જો .બ્રહ્મા (૪૭)
ત્યારે ભ્રાત બ્રહ્માજીને ઉપજી રે
દેખી બાળ ચરિત્ર સ્વરૂપ જો
બ્રહ્મા વાછરૂ હરિ ગયા રે
નવા નીપજયા દીન દયાળ જો .બ્રહ્મા (૪૮)
અગબગને વચ્છા સુર મોકલ્યા રે
સંખ ચુડાને કેશરી સાર જો
હરિએ માર્યા ક્ષણમાં તેમને રે
અવિચળ રાખ્યા ચરણની પાસ જો .બ્રહ્મા (૪૯)
કાળી વીખઘર જળથી કાઢીઓ રે
નાથે નીરમળ કીધા જળ જો
વરૂણ ઘેરથી નંદ છોડાવીયા રે
વૈકુંઠ રચાવ્યું જમના તીર જો .બ્રહ્મા (૫૦)
પોતે જળ જમુના ઝીલતા રે
કદમ ચડીને ચોર્યા ચીર જો
સૌ પરિણામ સૂર્યને કરાવીયા રે
એવી રીતે ઢાંકવા શરીર જો .બ્રહ્મા (૫૧)
ઈન્દ્રે કોપ કર્યો વૃજ ઉપરે રે
ત્યારે ધરીયો ગોવર્ધન જો
છેલ છબીલે છાયાં ત્યાં કરી રે
જેને વ્હાલો વૃજનો સાથ જો .બ્રહ્મા (૫૨)
રંગભર રસીએ રાસ રમાડીયા રે
વેણુ વગાડી તેડયા વૃજ જો
તારૂણી કેરા તાપ નીવારીયા રે
સુખડા આપ્યા જુગ જીવન જો .બ્રહ્મા (૫૩)
વૃજ લીલા શકે કોણ વર્ણવી રે
કોટી મળે શારદા છેલ જો
નિગમ નિરંતર જેને ગાય છે રે
એનો પાર ન પામે લેશ જો .બ્રહ્મા (૫૪)
એટલે નારદજી ત્યાં આવીયા રે
હજુ કેમ બેસી રહયા મોરાર જો
આઘે કારજ કરવા છે ઘણા રે
કરવું છે કૈક મોટું કામ જો .બ્રહ્મા (૫૫)
કુબ્બજા કેરૂ ચંદન લેવું છે રે
કરવું માળીનું કલ્યાણ જો
પરથમ પરિવારને ઉધ્ધારવો રે
લેવા પાપી કંશના પ્રાણ જો .બ્રહ્મા (૫૬)
અલૌકિક વિદ્યા ભણવી સંદીપની રે
મૃતક આણી આપવા બાળ જો
જોરે જરાસંઘ ને જીતવો રે
કરવો કાળ ધવનનો કાળજો .બ્રહ્મા (૫૭)
દરિયા તીરે વસાવવી ઘ્વારકા રે
પરણવી સોળ સહસ્ત્ર સત આઠ જો
પ્રેમે પારથનો રથ હાંકવો રે
ઉઠાવવો મહાભારતનો ઠાઠ જો .બ્રહ્મા (૫૮)
એટલું કહીને નારદ ઉઠીયા રે
પહોચ્યા બ્રહ્મલોક મોજાર જો
કંસે અકરૂડ તેડવા મોકલ્યા રે
આવ્યા નંદરાયને ઘ્વાર જો .બ્રહ્મા (૫૯)
કંસે તમ સુત સહીત તેડાવીયા રે
લીધુ ધનુષ જગતનું નામ જો
પછી ગોવિંદને ગમતુ થશે રે
કંસને મળવાનું છે કામ જો .બ્રહ્મા (૬૦)
નંદની સાથે ગોપ ગોવાળીયા રે
રથમાં બેઠા કેશવ રામ જો
રથ ઝીલીને રાધાજી રહ્યા રે
નહી જવા દઉં સુંદર શ્યામ જો .બ્રહ્મા (૬૧)
સર્વે વીટી મળી વૃજ સુંદરી રે
જેને સાચો અધિક સ્નેહ જો
સાથે પ્રાણ અમારા ચાલશે રે
એમાં નહી કશો સંદેશ જો .બ્રહ્મા (૬૨)
પ્રેમે ગોષ્ટી કરી સમજાવીયા રે
ચાલ્યા કઠણ કરીને મન જો
અકરૂર જળ જમુના નાવા ગયા રે
જળમાં દીઠા જગજીવન જો .બ્રહ્મા (૬૩)
પ્રથમ પરિવાર ની રક્ષા કરી રે
સર્વે સાથે રહયા ગોવાળ જો
મારગે મારીયે પુષ્પ ચડાવીયા રે
મુકિત દીધી દીન દયાળ જો .બ્રહ્મા (૬૪)
કુબ્બજા કેરૂ ચંદન લીધુ છે રે
કીધું લક્ષ્મી સરખુ રૂપ જો
ધનુષ ભાંગતા જોધ્ધા બહુ હણ્યા રે
તારે ભય પામ્યો છે ભૂપ જો .બ્રહ્મા (૬૫)
કુંજળ પોળીયા પછાડીયા રે
માર્યા ચારૂણ મુષ્ટિક મુલ્લજો
જઈ રાજ સભામાં ઉભા રહ્યા રે
પકડયો કેશ ગ્રહીને કંશ જો .બ્રહ્મા (૬૬)
અલૌકિક વિદ્યા ભણી સંદીપની રે
મૃત્યુક આણી આવ્યા બાળ જો
જોરે જરાસંઘ ને જીતીયો રે
આણ્યો કાળજીવનનો કાળ જો .બ્રહ્મા (૬૭)
દરીયા તીરે વસાવી ધ્વારકા રે
પરણ્યા સોળ સહસ્ત્ર આઠજો
પ્રીતે પાથનો રથ હાંકીઓ રે
રચીયો મહાભારતનો ઠાઠ જો બ્રહ્મા (૬૮)
વાસુદેવ દેવકીના બંધ છોડાવીયા રે
જઈને પ્રેમે લાગ્યા પાય જો
પુરવાસી સર્વેને પાવન કર્યા રે
ઘેર ઘેર આનંદ ઓચ્છવ થાય જો .બ્રહ્મા (૬૯)
એણી પર ભુમિનો ભાર ઉતાર્યો રે
લીલી કીધી અખંડ અપાર જો
પ્રીતમ સરખા પતીત ઓધારીયા રે
એવા અશરણ શરણ મોરાર જો .બ્રહ્મા (૭૦)
મહીમા મોટો શ્રી જદુરાય નો રે
સીધુ સર્વેહાસ વિલાસ જો
ગરબો ગાય શીખેને સાંભળે રે
તેનો વૈકુંઠમાં છે વાસ જો
બ્રહ્માએ ભજન કર્યુ ભગવાનનું રે (৩৭)
— જય અંબે —