ઝીણા ઝીણા મોતી વેરાણા ચોકમાં #
ઝીણા ઝીણા મોતી વેરાણા ચોકમાં
અંબિકા મોતી વેરાણા ચોકમાં
એવા રૂડા ગબ્બર વાળીના ગોખમાં ……………ઝીણા…
માને ફુલ ફાગર નો રે ચણીયો રે
અંબે માયે સાળુ પહેર્યા છે ઘણા શોખમાં ……………ઝીણા…
માને લીલી અટલસનું રે કાપડુ
અંબા માયે હાર પહેર્યો છે ઘણા શોખમાં ……………ઝીણા…
માને કપાળે ટીલડી રે શોભતી
અંબા માયે ટીલડી ચોડી છે ઘણા શોખમાં ……………ઝીણા…
માને કોને કલા ફુલ શોભતા
અંબા માયે એરીંગ પહેર્યા છે ઘણા શોખમાં ……………ઝીણા…
માને હાથે તે ચુડલા રે શોભતા
અંબા માયે કંકણ પહેર્યા છે ઘણા શોખમાં ……………ઝીણા…
— જય અંબે —