વાગે છે રે વાગે છે #
વાગે છે રે વાગે છે ડુંગર વાળીનો ડંકો વાગે છે
એના શબ્દો ગગનમાં ગાજે છે ……………ડુંગરવાળીનો…..
આવે છે રે આવે છે માને પારે સુતારી આવે છે
લાવે છે રે લાવે છે માને બાજોઠને દીવીઓ લાવે છે …..વાગ છે રે વાગે છે…
એના શબ્દ ગગનમાં ગાજે છે ……………ડુંગરવાળીનો…..
આવે છે રે આવે છે માને પારે સોનીડો આવે છે
લાવે છે રે લાવે છે માને ઝાલરને ઝુમણા લાવે છે …..વાગ છે રે વાગે છે…
એના શબ્દ ગગનમાં ગાજે છે ……………ડુંગરવાળીનો…..
આવે છે રે આવે છે માને પારે જોષીડો આવે છે
લાવે છે રે લાવે છે માને શીરને ચુંદડી લાવે છે …..વાગ છે રે વાગે છે…
એના શબ્દ ગગનમાં ગાજે છે ……………ડુંગરવાળીનો…..
આવે છે રે આવે છે માને પારે માળીડો આવે છે
લાવે છે રે લાવે છે ફુલને વેણીયું લાવે છે …..વાગ છે રે વાગે છે…
એના શબ્દ ગગનમાં ગાજે છે ……………ડુંગરવાળીનો…..
— જય અંબે —