અંબે મૈયા ગરબે રમવા આવો

અંબે મૈયા ગરબે રમવા આવો #

અંબે મૈયા ગરબે રમવા આવો
સાહેલીયા ટોળે વળી રે લોલ
આભમાં ઉગ્યો પુનમનો ચાંદો
કે ચાંદની ચોકે ચડી રે લોલ
અંબે માનો રૂડો ગબ્બર ગોખ
કે ગોખમાં દિવા બળે રે લોલ
ત્યાંતો મારા અંબેમાં આશન
સિંહાસન બેઠા ચડી ૨ે લોલ
અંબેમાનો રૂડો ચાચર ચોક
કે સહીયર ગરબે ઘુમે રે લોલ
રમે રમે ચૌદ ભુવનના રાણી
જોગણીયુ રમણે ચડી રે લોલ
જામી રૂડી સરખા સરખીની જોડ
કે રાતડી રંગે ભરી રે લોલ
નાચી ઉઠીયા જીતુના મન મોર
આંખે અંગ કળા કરી રે લોલ
અંબે મૈયા ગરબે રમવા આવો
સાહેલીયા ટાળે વળી રે લોલ

— જય અંબે —