તારી હોડી ધીરેથી હલકાર રે

તારી હોડી ધીરેથી હલકાર રે #

તારી હોડી ધીરેથી હલકાર રે
જાવું શકિત માને તેડવા રે

મારે જાવુ છે પાટડી ધામ રે
જાવુ શકિત માને તેડવા રે

તારી હોડિયે તો હીરલા જડાવી દઉં રે
તેને ફરતી મુકાવુ ઘુઘર માળ રે
જાવુ શકિત માને તેડવા

ઘેરા ઘેરા વાદળને ઘેરા છે વીજળી રે
ઝીણા ઝરમર વરસે મેહ રે
જાવુ શકિત માને તેડવા રે

ઉંડા પાણી અંધારી રાતડી રે
તારી નૈયાનો શકિતમાં રખેવાળ રે
જાવુ શકિત માને તેડવા રે

નૈયા ડોલેને મનડુ મુંઝાય છે રે
તારી હોડી ધરેથી હલકાર રે
મારે છે દરિયા પાર રે
માતા શકિત માને તેડવા રે

— જય અંબે —