રૂપલા ઈઢોણી રે

રૂપલા ઈઢોણી રે #

રૂપલા એંઢોણી રે સોના ગરબો માવલડી
નવલી નોરતાની રાત રમવા પધારો માવલડી
ચંદા ખીલી છે ચાંદો ઉગ્યો આકાશ માં
ચાચર ચોકની માય ગરબો મૂકયો માવલડી
સોહાગણ આવી રાસ રમવા માવલડી
જોવે તમારી વાટ ગુણ કોણ ગાશે માવલડી
આવો આવોને રાસ રમવા માવલડી
આવો અંબા આજ રાસ રચાવ્યો માવલડી
ચોસઠ જોગણીની સાથ રાસ રચાવ્યો માવલડી
ગરબો ઘુમતો તાલી દેતા માવલડી
ઉડતી આભલાની માય નવરંગ ચુંદડી માવલડી
તાલીયોના તાલે માયે ત્રિભોવન ડોલાવ્યા
ચાલે ચટકતી ચાલ મનડા મોહયા માવલડી
રૂપલા એંઢોણી રે, સોના ગરબો માવલડી

— જય અંબે —