અંબિકા બેઠા છે ડુંગરે

અંબિકા બેઠા છે ડુંગરે #

ગબ્બરના ડુંગરે બેઠામાં અંબિકા
લેવા ભકતોની સંભાળ અંબિકા બેઠા છે ડુંગરે

રૂડો રૂપાળો ચાચરનો ચોક છે
ડુંગરાની ટોચે ગબ્બરનો ગોખ છે
જોઈને મન લલચાય અંબિકા બેઠા છે ડુંગરે

ભકતો ટોળે વળીને દર્શને આવતા
ભાવભીના હૈયે ભોગ ધરાવતા
લળી લળી લાગે પાય અંબિકા બેઠા છે ડુંગરે

ભકતોના દુ:ખો પલમાં જ કાપતા
ભકતોના અંતરની શ્રધ્ધા તું માપતી
સાંભળ્યે કરતી તું સહાય અંબિકા બેઠી છે ડુંગરે

નામે જાણું તને માતા દયાળી
જોયેના ઓળખું અંબા ભવાની
તોય મને તારો વિશ્વાસ અંબિકા બેઠી છે ડુંગરે

તારા ભરોસે મારી ચાલે છે નાવડી
એક જ આધાર મને તારો છે માવડી
તારો કે માતુ ડબાડ અંબિકા બેઠાં છે ડુંગરે

કંઇક રંક ભકતોના દુ:ખ તે ટાળ્યા
પાપી દૃષ્ટોને પણ તે ઉગારીયા
પાવન કારી હો માત અંબિકા બેઠા છે ડુંગરે

તારી ઈચ્છાને સર્વે આધિન છે
દીનદાસ તારી ભકિતમાં લીન છે
એ પાપીનો કરજો ઉધાર અંબિકા બેઠા છે ડુંગરે

— જય અંબે —