નીલો કમલ રંગ #
નીલો કમલ રંગ વીઝણો હો અંબિકા
રઢિયાળી રતન જડાવ મોરા અંબિકા
બ્રહ્મા વિંઝે બ્રહ્મા વિંઝણો હો અંબિકા
સોનાનો સૂરજ શોભતો હો અંબિકા
રૂપેરી ચાંદની બીછાવ મારા અંબિકા ……….બ્રહ્મા…
કોરે મોરે ભર્યા હિરલા હો અંબિકા
ઝાલર ઝીંક કેરી વેલ મોરા અંબિકા ……….બ્રહ્મા…
દાંડી બ્રહ્માજીના હાથમાં હો અંબિકા
માનવીના ભાગ્ય માએ ખેલ મોરા અંબિકા ……….બ્રહ્મા…
નીલો કમલ રંગ વીઝણો હો અંબિકા
રઢિયાળી રતન જડાવ મોરા અંબિકા
બ્રહ્મા વિંઝે બ્રહ્મા વિંઝણો હો અંબિકા
— જય અંબે —