ચોટીલા વાળી #
ચોટીલા વાળી ચંડી ચામુંડા ……………(२)
બોલાવે તમને બાળ ચામુંડ મુકો અબોલડા
બાલુડા આપને પાયે પડીને
વિનવે વારંવાર ચામુંડ મૂકો અબોલડા
અવગુણ સામુ જોશો ના માવડી
માતા કુમાતા થાશો માં માવડી
છોરૂ છોરૂ કહેવાય ……………ચામુંડ…..
દેવો ઉગાર્યા ને દાનવ સંહાર્યા
ભકતોને તાર્યા અસુરોને માર્યા
રૂષિ મુનિ જસ ગાય ……………ચામુંડ…..
વિપત્તના વાદળા ઘેરાણા જયારે
દેવાને દુ:ખ જયારે દૈત્યો એ દીધા
દેવોની વ્હારે તુ જાય ……………ચામુંડ…..
વાટલડી જોતા માડી થાકી છે આંખડી
વીતી છે રાતલડીને ડૂબી છે નાવડી
બાળકની વ્હારે તું આવ ……………ચામુંડ…..
ધીરજ ખુટી છે ને મનડુ મુંજાય છે
મધ દરિયે મારી નાવડી અટવાય છે
દોડી આવ્યો ત્યારે ધ્વાર ……………ચામુંડ…..
માજી પધાર્યાને જયોતિ જલે છે
બાલુડા આપને પાયે પડે છે
વિનવે વારંવાર ……………ચામુંડ…..
— જય ચામુંડા —