અંબે માનો એકડો

અંબે માનો એકડો #

એકડે એક રખાવે અંબે ટેક
……….મારી બહેનો દયાળી દેવી એ જ છે

બગડે બે બહુચરની બોલો જે
………………..મારી બહેનો દયાળી

તગડે ત્રણ ભવાની મુખે ભણ
………………..મારી બહેનો દયાળી

ચોગડે ચાર ઉતારે ભવપાર
………………..મારી બહેનો દયાળી

પાંચડે પાંચ ન આવે ઉની આંચ
………………..મારી બહેનો દયાળી

છગડે છ ભકિત ભાગે ભો
………………..મારી બહેનો દયાળી

સાતડે સાત પાપીને મારે લાત
………………..મારી બહેનો દયાળી

આઠડે આઠ નિત વાંચો ચંડી પાઠ
………………..મારી બહેનો દયાળી

નવડે નવ વિમળને દીધા જવ
………………..મારી બહેનો દયાળી

એકડે મીડે દશ એ જવથી પામ્યો જશ
………………..મારી બહેનો દયાળી

બે એકડા અગ્યાર હું પદમાં ખાધો માર
………………..મારી બહેનો દયાળી

એકડે બગડે બાર ભક્તિ છે ખાંડાધાર
………………..મારી બહેનો દયાળી

એકડે તગડે તેર માતાની પુરે મહેર
………………..મારી બહેનો દયાળી

એકડે ચોગડે ચૌદ માતાની છે મીઠી ગોદ
………………..મારી બહેનો દયાળી

એકડે પાંચડે પંદર માતાનું રૂડુ મંદિર
………………..મારી બહેનો દયાળી

ભણે જે એકડા તે સુખ શાંતિથી રહેશે
………………..મારી બહેનો દયાળી

— જય અંબે —