બુધ્ધિ આપોને માં બહુચરા

બુધ્ધિ આપોને માં બહુચરા #

બુધ્ધિ આપોને માં બહુચરા રે,
નિત્ય નિત્ય કરૂ રે, પ્રણામ મા૨ી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

સનખલપુર સોહામણું રે,
ત્યાં છે તમારો વાસ મા૨ી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

દિવા બળે છે માને ઘી તણા રે,
આઠે પો૨ અજવાસ મા૨ી બહુચ૨ા . . . . . . . . . . બુધ્ધિ

પાટણ વાડુ ૫૨ગણું રે,
ચુંવાળ બાંધ્યો ચોક મા૨ી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

ઘોડી તણો ઘોડો કર્યો રે,
મે૨ીનો કીધો મર્દ મારી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

સાચી દેવી ચુંવાળ માં રે,
બહુચર રાખ્યુ બીર્દ મા૨ી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

વાગે છે ઘંટ અને ઘુધરા રે,
પામર આવે તુજ પાસ મારી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

આંધળા આવે પુકારતા રે,
આવે માજીની પાસ મા૨ી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

નેત્ર આપોમાં નીરખ વારે,
હસતા રમતા જાય મારી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

વાંઝીયા આવે પુકારતા રે,
આવે માજીની પાસ મા૨ી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

પુત્ર આપોને મા પારણે રે,
ગુણ તમારા ગાય મારી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

અશુર તણા દળ આવીયા રે,
આવ્યા માજીની પાસ મા૨ી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

કુકડીયા માતા તણા રે,
તર્યા તાવ માંય મારી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

મુવા તે મરધા બોલાવીયા રે,
અસુર તણા પેટ માંય મારી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

કુલડી માં કટક સમાવીયા રે,
તે કેમ જી૨વ્યા જાય મારી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

ભુવા ધૂણે છે માને ક૨ ઘસી રે,
ઘે૨ા તે વાગે ડાક મારી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

ભટ્ટ વલ્લભ માને વીનવે રે,
હું છું તમા૨ો દાસ મારી બહુચરા . . . . . . . . . . બુધ્ધિ

 
 
—જય અંબે—