મારી આરાસુરી અંબા

મારી આરાસુરી અંબા #

મારી આરાસુરી અંબા દર્શન મને દેતા જજો
     દેતા જજોને કાંઈ કેતા જાજો મારી …..આરાસુરી..

આરાતે સુરમાં અંબા બિરાજે
     ચાચરના ચોકમાં લેતા જજો મારી …..આરાસુરી..

આંખે તે ચાંદની તારી છે નાવડી
     હાથ ઝીલીને મને લેતા જજો મારી …..આરાસુરી..

જાય ન જાણુમાં ધ્યાન ન જાણું
કાલુ ઘેલુમાં ગાઈ એક જાણું
     હવે શું કરવુ મને કેતા જજો મારી …..આરાસુરી..

સોળે શણગાર માડી સજીને પધારજો
ઝાંઝર જમકારે મારી ઝુંપડી ગજાવજો
     આનંદ અનેરો મને દેતા જજો મારી …..આરાસુરી..

તારો છે આશરોને તારો આધાર માં
તારા વિના કોણ ઉતારે પારમાં
     રંક બાળાને શરણે લેતા જજો મારી …..આરાસુરી..

— જય અંબે —