ઉંચા ઉંચા રે માડી તારા

ઉંચા ઉંચા રે માડી તારા #

ઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ
ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર માડી તારા
          આંગણે રે લોલ..

પહેલો કાગળ રે આરાસુર મોકલો રે લોલ
દેજો મારી અંબે માને હાથ
          ગરબે રમવા આવજો રે લોલ

બીજો કાગળ રે પાવાગઢ મોકલો રે લોલ
દેજો મારી કાળકા માને હાથ
          ગરબે રમવા આવજો રે લોલ

ત્રીજો કાગળ રે આણંદ મોકલો રે લોલ
દેજો મારી મેલડી માને હાથ
          ગરબે રમવા આવજો રે લોલ

ચોથો કાગળ રે મુંબઈ મોકલો રે લોલ
દેજો મારી મહામાયા ને હાથ
          ગરબે રમવા આવજો રે લોલ

ઉંચા ઉચા રે માડી તારા ડુંગરા રે લોલ

— જય અંબે —