ઝુલી રહ્યા આરાસુરી માત

ઝુલી રહ્યા આરાસુરી માત #

ઝુલી રહ્યા આરાસુરી માત સોનેરી પારણીયે
સોનેરી પારણીયે રૂપેરી પારણીયે ……………ઝુલી..

સોના કેરૂ પારણું ને ઉપર જડયા હિરલા …(૨)
સોના રૂપાને વળી રત્ને જડયા હિરલા …(૨) ……………ઝુલી..

એક મૂર્તિ દેખી ……….હાજી
વળી ભાવના ભાવી ……….હાજી
વળી મેના પોપટ ……….હાજી
મળી ભાત ભાતના ……….હાજી
અરે હાથી ઘોડા ……….હાજી
મનગમતા લાવે ……….હાજી
અંબા બહુચર આવે ને રમકડા લઈ આવે …(૨)
લક્ષ્મી શારદા આવે ને પ્રસાદ લઈ આવે …(૨) ……………ઝુલી..

સોનાના ફુમતા ……….હાજી
હીરાના લુમખા ……….હાજી
પારણીયે તોરણ ……….હાજી
માતા હરખાતી ……….હાજી
મનમાં મલકાતી ……….હાજી
ચંદા જેવુ મુખડુને તેજનો અંબાર છે …(૨) ……………ઝુલી..

તારે મંદિરે આવ્યા ……….હાજી
તેને પ્રેમે વધાવ્યા ……….હાજી
ભકતો ફુલ લાવ્યા ……….હાજી
વાજીંત્ર બજાવ્યા ……….હાજી
તુજ ગીતો ગાયા ……….હાજી
રૂપ દેવી મોહયા ……….હાજી
તારી માયા લાગી ……….હાજી
સોહામણી કાયા ……….હાજી
અંબા બહુચર આવોને ગરબા ગવરાવે …(૨)
ધન્ય ધન્ય માજી તારા દર્શન હું પામ્યો …(૨) ……………ઝુલી..

તુજ દર્શન પ્યારુ ……….હાજી
દુ:ખડા હરનારુ ……….હાજી
ઘરુ ધ્યાન તારુ ……….હાજી
સહુ તાપ નિવારૂ ……….હાજી
આ જીવન મારૂ ……….હાજી
કહો કેમ સુધારૂ ……….હાજી
ભકિતના દિવડાને આજ ૨ે જગાવું …(૨)
ગીતોને ગાઉને સુરોને મીલાવું …(૨)
સુરોને મિલાવુને સંગીતને બનાવું …(૨) ……………ઝુલી..

— જય અંબે —