જગત જોગ માયા #
દેવી દરશન દોને દયાળી જગત જોગ માયા
નવ નોરતાની રાત હવે આવી જગત જોગ માયા
દેવી ગરબી રમવાને આવો ……………જગત..
નિત્ય નવા નવા ખેલ મચાવો ……………જગત..
આવી આસો સુદી બીજ અજવાળી ……………જગત..
કૃષ્ણ રૂપે થયા મહાકાળી ……………જગત..
દેવી ગરબે રમે છે વારી વારી ……………જગત..
દેવી વસો છો જગમાં દીવાળી ……………જગત..
પગ પ્રહારે પૃથ્વી ધરણે ……………જગત..
સપ્ત પાતાલે શેષ ગડ ગડે ……………જગત..
ઈન્દ્ર ઈન્દ્રાણી છંદ જ ગાય ……………જગત..
નારદજી નટવર થાય ……………જગત..
બ્રહ્માજીએ ગરબો કીધો ……………જગત..
રમવાને શીર પર લીધો ……………જગત..
બ્રહ્મા વેદ ભણેને વાંચે ……………જગત..
વાગે વાજાને કાનવર નાચે ……………જગત..
વાગે નોબત નગારા મૃદંગ ……………જગત..
દેવી નાચે નગારાની છંદ ……………જગત..
તેની ધુન ગગનમાં ગાજે. ……………જગત..
વાજા અનેક પ્રકારે વાગે ……………જગત..
ઘોર ઘુઘરીનો ધમકાર ……………જગત..
પાયે ઝાંઝરીનો ઝમકાર ……………જગત..
હી લેતા હુલરીયું ખળ કે ……………જગત..
દેવી શોભા તણી જયોત ઝળકે ……………જગત..
દેવી નાકે નિમળિ મોતી ……………જગત..
દેવી ચલ નયને જોતી ……………જગત..
દેવી કાને તો સરસ્વતી ઝાલ ……………જગત..
દેવી ચાલો છો જસવંતી ચાલ ……………જગત..
દેવી માયા રૂપે છે માયા ……………જગત..
દેવી ચૌદે બ્રહ્માંડ દિપાવ્યા ……………જગત..
દેવી બાળા રૂપે છે બાળા ……………જગત..
દેવી કાપો છો મોહની જવાળા ……………જગત..
દેવી ઘણા ઘણા કામ જ કીધા ……………જગત..
દેવી ભકતોનાં કામ જસીધા ……………જગત..
દેવી બહુરૂપે બીરાજે ……………જગત..
દેવી સવંત અઢાર ઓગણ ચાલો ……………જગત..
છંદ ગાયો છે રસીક રૂપાળો ……………જગત..
કહે શીવરામ દાસ તમારો ……………જગત..
ને ચરણે રાખીને ભવતારો ……………જગત..
વી આસો સુદ બીજ અજવાળી ……………જગત..
વારે ગાયો મહાકાળી ……………જગત..
— જય અંબે —