બાળી બહુચર ખેલે રંગમાં #
રંગમાં રંગમાં રંગમા રે
બાળી બહુચર ખેલે રંગ માં
નવ દહાડા નવરાત્રી ખેલે
થઈકાર થઈકાર રંગમાં રે
ચોસઠ બેની મળી ચાચર ખેલે
શોભા બેની છે માના સંગમા રે ……………બાળી…..
ચાચર આવીને ગરબે રમે છે
ગરબે રમે છે આનંદમાં રે ……………બાળી…..
ચુવા ચંદન કેશર કસ્તુરી
અબીલ સોહે આનંદ માં રે ……………બાળી…..
અંબાજી બાળીને લેકર તાલી
શોભા બની છે માના સંગમા રે ……………બાળી…..
સોળ શણગાર માને અંગે સોહાયે
નથડીમાં મોતી નંગના રે ……………બાળી…..
ચોસઠ જોગણીના જુથ મળીને
ગરબો ગાયો આનંદ માં રે ……………બાળી…..
ભટ્ટ વલ્લભ કહે ભાવે ભજતા
તે નહાયા જઈ ગંગામાં રે ……………બાળી…..
— જય અંબે —