સાંઢડી શોભે છે

સાંઢડી શોભે છે #

સાંઢડી શોભે છે મોમાઈ માતને રે
સાંઢડી એ મોમાઈ થયા અસવાર ……………સાંઢડી શોભે છે…

સાંઢડીના કોરે સોનાની સાંકળી રે
હારે એ તો હસતી રમતી જાય ……………સાંઢડી શોભે છે…

સાંઢડીના ડોકે માદળીયા હેમના રે
હારે તેઓ વગડો ગજવતી જાય ……………સાંઢડી શોભે છે…

કચ્છમાં રા બાવાના કુંવરી રે
હારે તેનું નામ છે સુરજ બા રે ……………સાંઢડી શોભે છે…

સાંઢડી સુરજ બા ને બહુ ગમે રે
સાંઢડી ચાલી સુરજબાના સંગમા રે
હારે ઝુકી ૨ા બાવાને દરબાર ……………સાંઢડી શોભે છે…

જાડેજાના કુળદેવી મોમાઈ માતને રે
જાડેજા પૂજે છે મોમાઈ માત ……………સાંઢડી શોભે છે…

માજી તારૂ બાળ બોધ મંડળ તને વિનવે રે
માજી અમને દર્શન દેજો રોજ ……………સાંઢડી શોભે છે…

— જય અંબે —