દૈત્યોને રણમાં રોળ્યા રે

દૈત્યોને રણમાં રોળ્યા રે #

દૈત્યોને રણમાં રોળ્યા રે,
     આજ માંએ દૈત્યોને રણમાં રોળ્યા.

માર્યો તે મહીસાસુર મતવાલો,
ચંડમુંડ ચપટીમાં ચોળ્યા૨ે . . . . . . . . . . માંએ દૈત્યોને

શુંભ ની શુભ તણાં શીશ જ છેદયા,
ધરમ લોચન ઢંઢોળ્યા રે . . . . . . . . . . માંએ દૈત્યોને

ભોંય પડયા પડ્યા કરે હોકારા,
ત્રિશુલ ઉપર તોળ્યા રે . . . . . . . . . . માંએ દૈત્યોને

નવખંડ માં માંએ નજરજ કીધી,
ખપ્પ૨ લઈને ખોળ્યો રે . . . . . . . . . . માંએ દૈત્યોને

બ્રમહાણી, ઈન્દ્રાણી, રૂદ્રાણી મળીને,
મધના પ્યાલા ઢોળ્યા રે . . . . . . . . . . માંએ દૈત્યોને

આઠમે દિવસે માએ જગન જ કીધો,
હવનમા લઈને હોમ્યા રે . . . . . . . . . . માંએ દૈત્યોને

કહે વલ્લભ તારો પાર નવ જાણું,
બોતેર કોટી દૈત્ય બોળ્યારે . . . . . . . . . . માંએ દૈત્યોને

દૈત્યોને રણમાં રોળ્યા રે,
     આજ માંએ દૈત્યોને રણમાં રોળ્યા.  
 
—જય અંબે—