રમવા આવ્યા છે ગેલમાં #
ઝમકે ઝાંઝર ઝમકે ઝાંઝરી રે લોલ
ઝબકે છે કાંઈ ચાંદો સુરજ સાથ જો
રમવા આવ્યા છે ગેલ માવડી રે લોલ..
હરખે વધાવા અમે હાલીયા રે લોલ
ભાવે ભર્યો મોતીડાનો થાળ જો ……………રમવા…..
આંગણે તોરણ મોતી પાથર્યા રે લોલ
ગેલ માવડી જોઉ તમારી વાટજો ……………રમવા…..
રમે વવારૂ રમે દિકરા રે લોલ
ગાય છે રૂડા ગેલમાના ગીતજો ……………રમવા…..
દુઃખીયા દોડીને ઘ્વારે આવતા રે લોલ
ભાડલા વાળી મ્હેર કરજો માત રે ……………રમવા…..
પાંગળા પોકારે તમને માવડી રે લોલ
આંધળા કરે આરજુ તને માતજો ……………રમવા…..
વાંઝીયા વિનવે છે તને માવડી રે લોલ
આપો માડી ખોળાનો ખુંદનાર જો ……………રમવા…..
ગેલમાં રીઝયાને બોલ આવીયા રે લોલ
દુઃખીયાના દુઃખ કર્યા દૂર જો ……………રમવા…..
ભાડલા વાળી માત દુઃખ હરશે રે લોલ
આંધળાને જોવા આપી આંખ જો ……………રમવા…..
વાંઝીયાના મેણા ગેલે ભાંગીયા રે લોલ
ખમકે કીધો ખોળાનો ખુંદનાર જો ……………રમવા…..
ભાવે ભજે છે મંડળ તમને રે લોલ
મંડળ કહે ગેલમાં કરશે સહાય જો ……………રમવા…..
— જય ભવાની —