ઘોર અંધારી રે #
ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર અસવાર
રમજો રમજો રે રાંદલમાં તમે રમજો ચાચર માય
પહેલે ઘોડે રે કોણ ચડે માં કાળકાનો અસવાર
રમજો રમજો રે કાળકામાં તમે રમજો ચાચર માય
સવા મણનું રે સુખલડુ માં અધમણની કુલેર
જમજો જમજો રે કાળકામાં તમે રમજો ચાંચર માય ……………ઘોર અંધારી રે
બીજે ઘોડે રે કોણ ચડે માં ખોડીયારનો અસવાર
રમજો રમજો રે ખોડિયાર માં તમે રમજો ચાંચર માય
સવા મણનું રે સુખલડુ માં અધમણની કુલેર
જમજો જમજો રે કાળકામાં તમે રમજો ચાંચર માય ……………ઘોર અંધારી રે
ત્રીજે ઘોડે રે કોણ ચડે માં અંબાનો અસવાર
રમજો રમજો રે અંબેમાં તમે રમજો ચાચર માય
સવા મણનું રે સુખલડુ માં અધમણની કુલેર
જમજો જમજો રે કાળકામાં તમે રમજો ચાંચર માય ……………ઘોર અંધારી રે
ચોથે ઘોડે રે કોણ ચડે માં બહુચરનો અસવાર
રમજો રમજો રે બહુચરમાં તમે રમજો ચાચર માય
સવા મણનું રે સુખલડુ માં અધમણની કુલેર
જમજો જમજો રે કાળકામાં તમે રમજો ચાંચર માય ……………ઘોર અંધારી રે
— જય અંબે —