રાસે રમવા ગ્યાતા

રાસે રમવા ગ્યાતા #

(રાગ - દૂધે ભરી તલાવડીને)

હે…     શરદ પુનમની રાતલડી ને કાંઈ, ચંદ્ર ચડયો આકાશ રે
         રાસે રમવા ગ્યાતા કે રાસે રમવા ગ્યાતા
હે…     આશા ભરેલા અમે આવીયાને, મારી માએ રમાડયા રાસ રે
         રાસ રમવા ગ્યાતા….          ગરબો રે રૂડો કોરીયોને કઈ, ઝગમગ દીવડા થાય મોરી માવડી
         ગરબે રે ઝીણી જાળીઓને કંઈ, ઘુમતો ઘુમતો જાય મોરી માવડી હે…     અંબાએ શીર પર સોહાવીયાને કંઈ ગરબે ઘુમતા ગાય રે
         રાસે રમવા ગ્યાતા….          હીરની રૂડી દોરીઓ કોઈ ચીરના ચંદરવા સોહાય મારી માવડી
         સરખા રે સરખી જોડીઓને કાંઈ ગોફને ગુંથતી જાય મારી માવડી
         રાસમની રમઝટ રેલાવીઓને કાંઈ ફૂદડી ફરતા જાય રે
         રાસે રમવા ગ્યાતા….
         ઢોલતો વગાડે ઢોલીઓને કંઈ, વેણું ધીમી ધીમી વાય મોરી માવડી
         જાંઝ પખવાજે જીવડોલીઓને કાંઈ, મલય સમીય લહેરાય
હે…     તાળીઓનો તાલ મીલાવીઓને કઈ, ઘુઘરી ધમ ધમ થાય રે
         રાસે રમવા ગ્યાતા….
         ગ્યાતા કે ગરબે ઘુમવા ગ્યાતા.

— જય અંબે —