ચામુંડા આવોને હમણાં

ચામુંડા આવોને હમણાં #

ડુંગરા વાળી માતા ચામુંડા
બોલાવે તમને બાળ ચામુંડ આવોને હમણાં

સોમવારેને સાંજે આઠ વાગે
     જાવું ચોટીલા ધામ ……………ચામુંડ આવોને હમણાં..

વઢવાણ કાયમી નિસર્યા જયારે
     લીધી છે અડધી રાત ……………ચામુંડ આવોને હમણાં..

પહેલો વિસામો મૂળી ગામે
     બીજો ડોળીયા ગામે થાય ……………ચામુંડ આવોને હમણાં..

ત્રીજો વિસામો સાંગણી ગામે
     ચોથે ચોટીલા ધામ ……………ચામુંડ આવોને હમણાં..

ચોટીલા ગામમાં ઉતારા કીધા
     દર્શન કરવાને કાજ ……………ચામુંડ આવોને હમણાં..

ચારસોને બત્રીસ પગથીયમ ચડીયા
     પહોંચ્યા માજીને પાસ ……………ચામુંડ આવોને હમણાં..

લળી લળી માને નમસ્કાર કીધા
     વંદન કર્યા વારંવાર ……………ચામુંડ આવોને હમણાં..

માતા ચામુંડાનો પ્રસાદ લઈને
     પાવન થયો એનો આજ ……………ચામુંડ આવોને હમણાં..

માજી પ્રતાપે વલ્લભ ગાય છે
     ધન્ય ધન્ય ચામુંડ માત ……………ચામુંડ આવોને હમણાં..

— જય ચામુંડા —