રંગતાળી #
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
માં ગબ્બરના ગોખ વાળી રે રંગમાં રંગતાળી
માં ચાચરના ચોક વાળી રે રંગમાં રંગતાળી
મા મોતીયોના હાર વાળી રે રંગમાં રગતાળી
મા ઘીના દિવડા વાળી રે રંગમાં રંગતાળી
મા માન સરોવર વાળી રે રંગમાં રંગતાળી
માં ચુંવાળના ચોક વાળી રે રંગમાં રંગતાળી
માં અંબા આરાસુર વાળી રે રંગમાં રંગતાળી
માં કાળી તે પાવા વાળી રે રંગમાં રંગતાળી
માં કલકતા માહી છે કાળી રે રંગમાં રંગતાળી
માં ભકતોના ઉગારવા વાળી રે રંગમાં રંગતાળી
માં દૃષ્ટોને મારવા વાળી રે રંગમાં રંગતાળી
માં હી અત્રીસ બત્રીસ જાળી રે રંગમાં રંગતાળી
માં ફળે કુકડીયા ધોળ રે રંગમાં રંગતાળી
માં નાનાતે વીધ ભાત રે રંગમાં રંગતાળી
બાળબોધને જોયાની ઘણી ખંત રે રંગમાં રંગતાળી
ભટ્ટ વલ્લભને દર્શનની ઘણી હામ રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
— જય અંબે —